રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં છે. તેમણે હવે આવતા વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ કે જેઓ લાંબા સમયથી એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે, તેઓ ખૂબ જલ્દી સંબંધોને નવું નામ આપવાના છે. રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનું ટેગ હટાવીને લગ્નના સાત વચન લઈ પતિ-પત્ની બનવાનો આખરે નિર્ણય લીધો છે. તેમના લગ્ન આવતા વર્ષે એટલે કે 2022ના માર્ચ મહિનામાં થશે.
એક્ટરના નજીકના સૂત્રોએ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કપલે આવતા વર્ષે ઉનાળામાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. કથિત રીતે લગ્ન મુંબઈ અને દિલ્હી એમ બે શહેરમાં થશે. રિપોર્ટમાં તેમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નના ખાસ દિવસે માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ ઉપસ્થિત રહેશે. કપલ પાસે એપ્રિલમાં ઘણા પ્રોજેક્ટ છે અને તેથી તેમણે તારીખ નક્કી કરી લીધી છે. તેઓ ઉનાળામાં લગ્ન કરશે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ એપ્રિલ 2020માં લગ્ન કરવાના હતા. જો કે, મહામારીના કારણે તેમના લગ્નને મુલતવી રાખવા પડ્યા હતા. વર્ષની જતા તેમના સંબંધો વધુ મજબૂત બન્યા છે.