ભારતના બોલર હરભજન સિંહે(Harbhajan Singh) ટૂંક સમયમાં જ ભારતીય ટીમમાં નિવૃત્તિ જાહેર કરી તેથી વધુ વાંચો...
ભારતીય ટીમ હાલમાં આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવા ગઇ છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ જેવા સ્પિનરોને તક આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમમાં પહેલેથી જ સ્પિનરોનો મહત્વનો ફાળો રહ્યો છે.
ભારતીય ટીમ માટે દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે થી લઇને હરભજન સિંહ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ જેવા ખેલાડીઓ સફળ સાબિત થયા છે. મિડલ ઓર્ડરમાં ભારતીય ટીમને સ્પીનરો વિકેટ અપાવે છે.
ભારતીય સ્પિનરો વિકેટકીપર સાથે રણનીતિ બનાવીને વિકેટ લેવામાં સફળ રહે છે. આ તમામ સ્પિનરોએ ભારત માટે દરેક ફોર્મેટમાં ચમત્કાર કરી બતાવ્યો છે.
ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે બાદ હરભજન સિંહ(Harbhajan) ટીમ ઇન્ડિયા માટે અગત્યના સ્પિનર હતા.
ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડીએ કમાલ કર્યો હતો. આ બંને ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં રમીને ભારતને સમય અનુસાર વિકેટો અપાવી મેચ વિનર સાબિત થતા હતા.
રવિચંદ્રન અશ્વિનના આવા પ્રદર્શનના કારણે હરભજન સિંહને ફરીવાર ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નહીં.
ત્યારબાદ લાંબા સમય સુધી હરભજનસિંહ ટીમમાંથી બહાર રહ્યા. સૂત્રો અનુસાર જોઇએ તો 350થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા સ્પિનર હરભજન સિંહ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી શકે છે. હરભજન સિંહ પોતાની કારકિર્દી સાથે જોડાયેલો આ મહત્વનો નિર્ણય ટૂંક સમયમાં લઇ શકે છે.
હરભજનસિંહે આ વર્ષે એપ્રિલમાં આઇપીએલમાં તેની છેલ્લી મેચ રમી હતી. જ્યારે માર્ચ 2016માં તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે ટી-20 ઇન્ટરનેશનલમાં UAE સામે છેલ્લી વખત મેદાને ઉતર્યો હતો. ત્યારબાદ હરભજન સિંહને ટીમમાં તક મળી નહીં. ટીમ ઇન્ડિયા માટે લાંબા સમય સુધી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓફ સ્પિનર હરભજન સિંહ ટૂંક સમયમાં નિવૃતિ લઇ શકે છે.
હરભજન સિંહે 1998માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે અત્યારસુધીમાં 130 વન-ડે મેચોમાં 417 વિકેટ લીધી છે અને 28 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં 25 વિકેટ ઝડપી છે. આ ખેલાડી બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ ધમાકેદાર પ્રદર્શન કરે છે. મિડિયા રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે હરભજન સિંહ રાજનીતિની દુનિયામાં પગ મૂકી શકે છે.