ઓમિક્રોન(omicron)ના મોટા ભાગના દર્દીઓને હળવા લક્ષણો જ ધ્યાનમાં આવ્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન(omicron)ના મોટા ભાગના રોગીઓ યુવા પુરુષો હતા.
કોરોના વાયરસનો ઓમિક્રોન નામનો પ્રકાર મળી આવતા વિશ્વમાં ફરી હાહાકાર મચી ગયો છે. ઓમિક્રોનને કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ખતરનાક માનવામાં આવે છે એટલું જ નહી વેકિસનના ડોઝની પણ અસર થતી નથી. ઓમિક્રોન (Similarity of covid 19)પહેલા દક્ષિણ આફ્રિકામાંથી મળી આવ્યો જેની બોત્સવાનામાં ઓળખ થઇ હતી. જો કે રાહતના સમાચાર એ છે કે ઓમિક્રોનના શોધક એંજેલિક કોએત્જી નામના વૈજ્ઞાનિકે નવા વાયરસને ખતરનાક ગણાવ્યો નથી.
એની સરખામણીમાં બ્રિટને અત્યંત સક્રિય થઇને વધારે પડતી કાર્યવાહી કરી છે. ઓમિક્રોનના લક્ષણો જોતા હોસ્પિટલમાં કોઇ પણ દર્દીમાં ગંભીર પ્રકારના લક્ષણો જોવા મળ્યા ન હતા.
કોએત્ઝીને ટાંકીને લેખમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કેટલીક સાબીતીઓ મળી છે કે ઓમિક્રોન(Similarity of covid19) ઝડપથી ફેલાય તેવો વાયરસ બની શકે છે તેની શરુઆત હળવા પ્રકારના લક્ષણોથી થાય છે. આના માટે શરીરમાં રહેલી રોગ પ્રતિકારકશકિત પણ મહત્વની સાબીત થાય છે. વાયરસ ખૂબજ ઝડપથી ફેલાય છે અને ગંભીર પ્રકારના સંક્રમક લક્ષણો ધરાવે છે જે જાણવા માટે બે સપ્તાહની રાહ જોવાની જરુર છે હાલમાં તેના અંગે કશું પણ કહેવાનો ઉચિત સમય નથી.