મોબાઈલ ના વપરાશ સમયે મોબીલે 10% કે તેથી ઓછું ચાર્જિંગ ધરાવતો હોઈ ત્યારે મોબાઈલ ને ચાર્જિંગ માં રાખી દેવો જેથી તમારા મોબાઈલ ની બેટરી હેલ્થ વધુ રહે અને તમને લાંબા સમય સુધી વધુ બેટરી (battery) વાપરવાનો ફાયદો મળે.
1.તમારા મોબાઈલ ની બેટરી (battery) ને 0% અથવા 100% પર જવાથી રોકો.
મોબાઈલ ના વપરાશ સમયે મોબીલે 10% કે તેથી ઓછું ચાર્જિંગ ધરાવતો હોઈ ત્યારે મોબાઈલ ને ચાર્જિંગ માં રાખી દેવો જેથી તમારા મોબાઈલ ની બેટરી હેલ્થ વધુ રહે અને તમને લાંબા સમય સુધી વધુ બેટરી (Battery)વાપરવાનો ફાયદો મળે.
જયારે મોબાઈલ 100% એટલે કે સંપૂર્ણ ચાર્જ થઈ જાય તેમ છતાં પણ તમે મોબાઈલ ચાર્જિંગ માંથી કાઢતા નથી ત્યારે મોબાઈલ નું ચાર્જર મોબાઈલ ને પાવર આપવા નો પ્રય્ત્ન કરે છે તેથી મોબાઈલ બેટરી ઉપર વધુ ભાર પડે છે તેથી ખાસ કરીને એટલું ધ્યાન રાખવું કે જયારે મોબાઈલ ચાર્જિંગ માં હોઈ ત્યારે મોબાઈલ ને 100% ચાર્જ ન કરવો જોઈએ તેથી મોબાઈલ ની બેટરી હેલ્થ વધુ સમય સુધી સારી રહે અને તમને વધુ સમય સુધી મોબાઈલ વાપરવાનો આનંદ મળે .

2.જો તમે કરી શકો તો મોબાઈલ ને ધીમે ધીમે ચાર્જ કરો. …
મોબાઈલ ને ચાર્જિંગ માં રાખતી વખતે એ ખાસ ધ્યાન રાખો કે મોબાઈલ ની કૅપેસિટી ના ચાર્જર માં મોબાઈલ ને ચાર્જ રાખવો
જેથી મોબાઈલ ની બેટરી ઉપર વધુ દબાણ ના પડે .
ઉદાહરણ તરીકે તમારો મોબાઈલ 18 watt નું ચાર્જિંગ સપોર્ટ કરતો હોઈ તો તમે તમારા મોબાઈલ ને ઝડપથી ચાર્જ થવાની અપેક્ષા એ વધુ watt ના ચાર્જર માં મોબાઈલ ને ચાર્જ કરવા રાખો તો ચાર્જર 50 watt નું output generate કરે છે અને મોબાઈલ ફક્ત 18 watt નું ચાર્જિંગ સપોર્ટ કરે છે તેથી મોબાઈલ ની બેટરી ઉપર દબાણ પડે છે તેથી મોબાઈલ ની બેટરી વધુ સમય સુધી સારું આઉટપુટ આપતી નથી તેથી મોબાઈલ ને તેની કૅપેસિટી મુજબ ના ચાર્જર માંજ ચાર્જિંગ માં રાખવો જોઈએ.

3.મોબાઈલ નું વાઇફાઇ અને બ્લૂટૂથ બંધ રાખો..
જો તમે વધુ સારી બેટરી હેલ્થ મેળવવા માંગતા હોઈ તો ન જોઈતા wi-fi અને bluetooth ને બંધ રાખવા .
તમે જયારે મોબાઈલ નો વપરાશ કરતા હોઈ ત્યારે તમે wifi કે bluetooth નો વપરાશ કરતા નથી તો તેને બંધ રાખવા જોઈએ કારણકે વાઇફાઇ અને બ્લ્યુટૂથ એ કન્નેક્ટ થવા માટે પ્રયત્ન કરે છે અને મોબાઈલ ની બેટરી નો ન જોઈતો વપરાશ થાય છે તેથી મોબાઈલ ની બેટરી બચાવવા માટે વાઇફાઇ કે બ્લ્યુટૂથ ને બંધ રાખવા જોઈએ .

4.તમારી લોકેશન ની સેવાઓ નો જરૂરિયાત મુજબ ઉપયોગ કરો…
તમારા મોબાઈલ માં આપેલી લોકેશન ની સેવા ને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો .
તમારા મોબાઈલ માં આપેલી લોકેશન ની સેવા નો જરૂર નો હોઈ ત્યારે તેને બંધ રાખવી કારણ કે આ લોકેશન ની સેવા GPS દ્વારા તમારા મોબાઈલ ની બેટરી નો વધુ ઉપયોગ કરે છે .
તેથી મોબાઈલ ની બેટરી થથોડાક જ સમય માં વધુ પાવર નો ઉપયોગ કરે છે તેથી મોબાઈલ ની બેટરી ની હેલ્થ ઘટવા માંડે છે .

5.તમારા Assistant ને બંધ રાખો…
તમારા મોબાઈલ માં આવેલા assistant ની સેવા નો ઉપયોગ ન કરતા હોઈ તો તેને બંધ રાખવા
કારણ કે મોબાઈલ માં આવેલા assistant તમારા અવાજ ને ડિટેક્ટ કરે છે તેથી તમારા અવાજ ને ડિટેક્ટ કરવામાં જ બેટરી નો વધુ પડતો ઉપયોગ થાય છે
તેથી બેટરી હેલ્થ ને વધારવા માટે ના જોઈતા assistant બંધ રાખવા જોઈએ .

6.તમારી એપ્સ બંધ કરશો નહીં, તેના બદલે તેને મેનેજ કરો. …
તમારા મોબાઈલ માં background માં ચાલી રહેલી એપ્સ ને સારી રીતે મેનેજ કરો જેથી તામ્ર મોબાઈલ ની બેટરી હેલ્થ સારી રહે
કારણકે મોબાઈલ ના background માં ચાલતી એપ્સ તમારી બેટરી નો ઉપયોગ કરે છે તેથી બેટરી હેલ્થ ને સારી બનાવવા માટે background માં ચાલતી એપ્સ ને બંધ કરી દો.

7..તમારા મોબાઈલ ની brightness ઓછી રાખો.
તમારા મોબાઈલ માં આવેલી brightness ને ઓછી રાખો કારણ કે તમારા મોબાઈલ માં વધુ પાવર મોબાઈલ ની brightness ઉપયોગ કરે છે
તેથી મોબીલે આવેલ auto -brightness નામના ફીચર નો ઉપયોગ કરવો જેથી આ ફીચર વાતાવરણ ના પ્રમાણે મોબાઈલ ની brightness સેટ કરી દેશે જેથી તમારા મોબાઈલ ની બેટરી હેલ્થ વધુ રહેશે.

8.સ્માર્ટ બેટરી Battery મોડ્સનો ઉપયોગ કરો.
પાવર સેવિંગ મોડ તમારા ઉપકરણ પર અમુક વસ્તુઓને મર્યાદિત કરશે, જેમ કે પૃષ્ઠભૂમિ નેટવર્ક વપરાશ અને સમન્વયન. ઑલવેઝ ઑન ડિસ્પ્લે બંધ કરો: આ ઑલવેઝ ઑન ડિસ્પ્લે સુવિધાને અક્ષમ કરશે. સીપીયુ સ્પીડને 70% સુધી મર્યાદિત કરો: તમારા ઉપકરણની પ્રોસેસિંગ સ્પીડ ઘટાડે છે.
જ્યાં સુધી તમે તમારો ફોન રિચાર્જ ન કરી શકો ત્યાં સુધી બૅટરી સેવર મોડ બૅટરી પાવર બચાવવા માટે અમુક સેટિંગમાં ફેરફાર કરે છે. … બૅટરી સેવર સ્ક્રીન પરથી, ઑટો-સિંક, વાઇ-ફાઇ, બ્લૂટૂથ, ટૅપ પર વાઇબ્રેટ, બ્રાઇટનેસ, સ્ક્રીન ટાઇમઆઉટ અને નોટિફિકેશન લાઇટ સહિત તમને જોઈતી સેવિંગ આઇટમને ચેકમાર્ક કરો.
ઘણા સ્માર્ટફોન યુઝર્સ માટે ફોનની બેટરી મેનેજમેન્ટ એક પડકાર છે. દરેક વ્યક્તિ હંમેશા એવી બેટરી ઈચ્છે છે જે અઠવાડિયામાં એકવાર ચાર્જ થઈ શકે. પરંતુ એવું ન હોઈ શકે કારણ કે અમારી પાસે પાવર-હંગ્રી એપ્સ છે, અને અમે અમારા ફોનનો ઉપયોગ એક દિવસમાં લાંબા કલાકો સુધી કરીએ છીએ.
ફોન ઉત્પાદકો તેમના ગ્રાહકો પાસે એવી બેટરીઓ છે જે લાંબા સમય સુધી ટકી શકે તે સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. બેટરી પાવર મેનેજમેન્ટની આ સમસ્યા સોફ્ટવેરની રજૂઆત તરફ દોરી ગઈ છે જે અમને અમારી ફોન બેટરીનું સંચાલન કરવામાં મદદ કરે છે.

ડાર્ક મોડ ચોક્કસ પરિસ્થિતિઓમાં બેટરીના જીવનમાં માત્ર નોંધપાત્ર તફાવત લાવે છે. … 30%-50% બ્રાઇટનેસ પર, પરડ્યુ સંશોધકોએ શોધી કાઢ્યું કે લાઇટ મોડમાંથી ડાર્ક મોડ પર સ્વિચ કરવાથી વિવિધ OLED સ્માર્ટફોન માટે સરેરાશ માત્ર 3%-9% પાવર બચે છે.
મોટા ભાગના ઉપકરણો પર ડિફૉલ્ટ સેટિંગ એ સફેદ પૃષ્ઠભૂમિ પર કાળો ટેક્સ્ટ પ્રદર્શિત કરવાનો છે. તમારા ઉપકરણને ડાર્ક મોડ પર સેટ કરવાનો અર્થ છે કે તે ડાર્ક બેકગ્રાઉન્ડ પર સફેદ ટેક્સ્ટ પ્રદર્શિત કરશે. ડાર્ક મોડનો હેતુ વાદળી પ્રકાશના સંપર્કને ઘટાડવા અને લાંબા સમય સુધી સ્ક્રીન સમય સાથે આવતા આંખના તાણમાં મદદ કરવાનો છે.
આપણામાંના મોટાભાગના લોકો આખો દિવસ અને રાત દરમિયાન અમારા મોબાઇલ ઉપકરણોનો ઉપયોગ કરે છે. નિલ્સન સંશોધન જૂથ અનુસાર 2018 Q1 માં, અમે અમારા ઉપકરણો પર દરરોજ 11 કલાક કરતાં વધુ સમય પસાર કર્યો. તે આશ્ચર્યજનક નથી કે શા માટે આપણામાંના ઘણાને આંખો સૂકી અથવા ખંજવાળ લાગે છે અને કેટલીકવાર અનિદ્રા, માથાનો દુખાવો અથવા ગરદનનો દુખાવો થાય છે. અને તેનાથી પણ ખરાબ, મેલાટોનિનનું ઓછું સ્તર સ્થૂળતા અને કેટલાક કેન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલું છે.
ડાર્ક મોડ એપ્સ તમારા સ્માર્ટફોનની બેટરી લાઈફને લંબાવી શકે છે. ગૂગલે પુષ્ટિ કરી છે કે OLED સ્ક્રીન પર ડાર્ક મોડનો ઉપયોગ બેટરી જીવન માટે એક મોટી મદદ છે. ઉદાહરણ તરીકે, 50% બ્રાઇટનેસ પર, YouTube એપ્લિકેશનમાં ડાર્ક મોડ ઇન્ટરફેસ સપાટ સફેદ પૃષ્ઠભૂમિની તુલનામાં લગભગ 15% સ્ક્રીન ઊર્જા બચાવે છે. 100% સ્ક્રીન બ્રાઈટનેસ પર, ડાર્ક ઈન્ટરફેસ 60% સ્ક્રીન ઉર્જા બચાવે છે. જ્યારે OLED સ્ક્રીનનો ઉપયોગ મુખ્યત્વે Android ઉપકરણો દ્વારા કરવામાં આવે છે, તાજેતરમાં iPhone વપરાશકર્તાઓ માટે પણ કેટલાક સારા સમાચાર આવ્યા છે. Apple એ 2020 સુધીમાં તમામ LCD સ્ક્રીનો છોડી દેવાનું અને OLED સ્ક્રીન સાથે ભાવિ પેઢીના તમામ ઉપકરણો પહોંચાડવાનું વચન આપ્યું છે. કારણ કે IOS અને Android બંનેને વર્ષના અંતમાં મૂળ ડાર્ક મોડ મળવો જોઈએ, તે અમારા ફોનની બેટરી જીવન માટે આશાસ્પદ અપગ્રેડ હોવાનું જણાય છે.

10.ન વપરાયેલ એકાઉન્ટ્સ કાઢી નાખો Battery.
તમારા મોબાઈલ માં આવેલા ન ઉપયોગ કરતા હોઈ તેવા એકાઉન્ટ્સ ને કાઢી નાખવા કારણ કે તે એકાઉન્ટ્સ મોબીલે માંથી માહિતી મેળવવાના પ્રયત્ન કરે છે તેથી મોબાઈલ ની બેટરી હેલ્થ ઘટવા લાગે છે આમ તમે જે એકાઉન્ટ્સ નો ઉપયોગ ના કરતા હોઈ ત્યારે તે ન ઉપયોગી એકાઉન્ટ્સ ને કાઢી નાખવા જોઈએ.

11.કીબોર્ડ અવાજ અથવા વાઇબ્રેશન બંધ કરો.
તમે મોબાઈલ માં ચેટિંગ કરતી સમયે વધુ પડતો ઉપયોગ કીબોર્ડ નો કરો છો તેથી ચેટિંગ કરતી સમયે કીબોર્ડ વધુ પાવર નો ઉપયોગ કરે છે તેમ છતાં પણ તમે મોબાઈલ ના કીબોર્ડ માં અવાજ અથવા વાઈબ્રેશન ચાલુ રાખ્યું હોઈ તો અવાજ ની અને વાઇબ્રેશન ની વચ્ચે તમારા મમોબાઈલ ની બેટરી નો ઉપયોગ વધુ કરે છે જેથી તમારા મોબાઈલ ની બેટરી હેલ્થ ઘટવા લાગે છે.
જો તમે પૂછી રહ્યાં છો કે શું વાઇબ્રેશન માત્ર અવાજો ચાલુ રાખવા કરતાં વધુ બેટરી વાપરે છે, તો હા, તે થોડી વધુ બેટરીનો ઉપયોગ કરશે. જેટલું વધુ વાઇબ્રેશન બંધ થશે, તેટલી વધુ બેટરીનો ઉપયોગ થશે.
આમ તમે તમારા મોબાઈલ ની બેટરી હેલ્થ વધારવા માંગતા હોવ તો કીબોર્ડ ના અવાજ અને કીબોર્ડ નું વાઈબ્રેશન બંધ રાખવું જોઈએ.