રિલાયન્સ જિયો(reliance jio) પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઓફર કરી રહ્યું છે. જિયોની પાસે ઓછા રૂપિયામાં વધુ સુવિધા આપતા દમદાર બે પ્લાન છે.
(Reliance Jio) એ આ વર્ષે 1 ડિસેમ્બરથી પોતાના રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કરી દીધો છે. જિયોના પ્લાન 700 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. જો તમારે ડેટાની જરૂરીયાત વધુ નથી તો જિયોની પાસે કેટલાક સપ્તા પ્લાન છે. જિયોના આ પ્લાનમાં તમારે દરરોજ 5 રૂપિયાથી ઓછો ખર્ચ કરવો પડશે જેમાં અનલિમિટેડ કોલિંગ, ફ્રી ડેટા સહિત અન્ય ફાયદા મળી શકે છે. આવો જાણીએ જિયોના આ પ્લાન ક્યા-ક્યા છે અને તેમાં શું-શું ફાયદા મળે છે.
દરરોજ 4.7 રૂપિયાનો ખર્ચ અને 84 દિવસની વેલિડિટી
રિલાયન્સ જિયોની વેલ્યૂ કેટેગરીમાં એક પ્લાન 395 રૂપિયાનો છે. જિયોના આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે આ પ્લાનનો દરરોજનો ખર્ચ 4.7 રૂપિયા પડે છે. પ્લાનમાં 6GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં તમે 1000 SMS મોકલી શકો છો.
દરરોજ ખર્ચ 4.63 રૂપિયા, 11 મહિનો ચાલશે પ્લાન
રિલાયન્સ જિયોની પાસે એક 1559 રૂપિયાનો પ્લાન છે. આ રિચાર્જ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. એટલે કે આ પ્લાન 11 મહિના ચાલે છે. જિયોના આ પ્લાનમાં એક દિવસનો ખર્ચ 4.63 રૂપિયા આવે છે. આ પ્લાનમાં 24GB ડેટા આપવામાં આવે છે. રિચાર્જ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. આ સિવાય કંપની 3600 SMS ફ્રી આપે છે. સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.