ભારત ના લોકો ને 30 મિનિટ જમ્યા ના હોઈ તો ચાલે પણ ઈન્ટરનેટ (Internet) વગર ચાલે નહિ. આ સમય માં ઈન્ટરનેટ એક એવી વસ્તુ છે જે 30 મિનિટ માટે પણ ના હોઈ તો માણસ એ શ્વાસ લેવાનું બંધ કરી દીધું હોઈ એવું વર્તન કરવા લાગે. તેથી 21 મી સદીમાં ઈન્ટરનેટ એક જીવનજરૃરિયાત ની વસ્તુ માં સમાવેશ થવા લાગ્યો છે. 4G નેટવર્ક આવ્યા પછી તો ઈન્ટરનેટ ની એવી માંગ વધી ગય્ય કે જે વ્યક્તિ પાસે ટેક્નિકલ જ્ઞાન નથી તે લોકો પણ સ્માર્ટફોન વાપરવા લાગ્યા છે અને ઈન્ટરનેટ નો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે.
આધુનિક સમય માં મોટા ભાગ નું કામ ઈન્ટરનેટ દ્વારા કરવામાં આવે છે. અને આ સમય માં ઈન્ટરનેટ એક એવી વસ્તુ બની ગઈ છે કે માણસ ઈન્ટરનેટ ન હોઈ તો બેબસ અને ઉદાસ જોવા મળે છે પરંતુ ઈન્ટરનેટ ના આ માધ્યમ ને કારણે લોકો માં વિકાસ પણ વધુ થઈ ગયો છે અને તેઓ માનસિક વિચારણા અને દેશ-દુનિયા ની માહિતી ઘરે બેઠા મેળવી શકે છે અને જે કામ ઘરે બેઠા ન થતા તે કર્યો પણ લોકો ઘરે બેઠા બેઠા કરી શકે છે.
ચાલો હવે જાણીયે કે ઈન્ટરનેટ (Internet) કેવી રીતે કામ કરે છે…
આપણામાંના મોટાભાગના લોકો જેને ઇન્ટરનેટ તરીકે માને છે તે ખરેખર ઓપરેશનનો સુંદર ચહેરો છે – બ્રાઉઝર વિંડોઝ, વેબસાઇટ્સ, URL અને શોધ બાર. પરંતુ વાસ્તવિક ઈન્ટરનેટ, માહિતી સુપરહાઈવે પાછળનું મગજ, પ્રોટોકોલ્સ અને નિયમોનો એક જટિલ સમૂહ છે જે આપણે વર્લ્ડ વાઈડ વેબ પર પહોંચીએ તે પહેલાં કોઈએ વિકસાવવા જોઈએ. આજે આપણે જે ઈન્ટરનેટ કોમ્યુનિકેશન પ્રોટોકોલનો ઉપયોગ કરીએ છીએ અને ઈન્ટરનેટ તરીકે ઓળખાતી સિસ્ટમની શોધ કરવાનો શ્રેય કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો વિન્ટન સર્ફ અને બોબ કાહ્નને આપવામાં આવે છે.
ઈન્ટરનેટ એ કોઈ સેટેલાઈટ કે કોઈ ટાવર દ્વારા ચાલતું નથી; ઈન્ટરનેટ એ દુનિયા ના બધા દેશો સાથે વાયર ના સ્વરૂપ માં જોડાયેલું હોઈ છે જે વાયર ની size એક મનુષ્યન વાળ કરતા પણ નાની હોઈ છે અને તે વાયર માંથી ઈન્ટરનેટ પસાર થાય છે અને તે ઈન્ટરનેટ 100GBps કરતા પણ વધારે હોઈ છે. આ વાયર ને ઓપ્ટિક ફાઇબર કહેવામાં આવે છે. આ ઓપ્ટિક ફાઇબર દ્વારા દેશ-દુનિયા ની માહિતી અને ડેટા બધા દેશો સાથે કન્નેક્ટ કરી ને જે માધ્યમ રચાય છે તેને ઈન્ટરનેટ કહેવામાં આવે છે. આ દેતા કે માહિતી ફાઇબર ઓપ્ટિક દુનિયા ના બધા દેશો વચ્ચે સમુદ્રી માર્ગે જોડાયેલા હોઈ છે અને આ બધા દેશો ના મુખ્ય સ્થળે કન્નેક્ટ હોઈ છે અને તે સ્થળે થી દેશો માં ટાવર ને ફાઇબર ઓપ્ટિક દ્વારા રોલ આઉટ કરવામાં આવે છે અને જે-તે Nation ના લોકો આ ઈન્ટરનેટ વાપરવાનો ફાયદો મેળવી શકે છે. આ ફાઇબર ઓપ્ટિક દુનિયાના તમામ દેશો સાથે કન્નેક્ટ હોઈ છે જેથી દુનિયા ની માહિતી આપણને સરળતાથી મળી શકે છે.
આ ફાઇબર ઓપ્ટિક ને સમુદ્રી માર્ગે પરસાવવા અને દેશો સાથે કન્નેક્ટ કરવા માટે 3 કંપનીઓ નો મોટો ફાયદો છે. Tier 1 કંપની એ બધા દેશો સાથે ફાઇબર ઓપ્ટિક સમુદ્રી માર્ગે કન્નેક્ટ કરાવી અને દેશો સાથે ઈન્ટરનેટ ને કન્નેક્ટ કરે છે. ઈન્ટરનેટ એ ફ્ર્રી છે પરંતુ દુનિયા ના તમામ દેશો સાથે કન્નેક્ટ કરવામાં આવતા કેબલે નો ખર્ચ અને તે કેબલે જો ખરાબ થઇ જાય કે સમુદ્રી પ્રાણીઓ તોડી નાખે તેના માટે બેકઅપ કેબલ ની પણ વ્યવસ્થા કરવામાંઆવે છે અને Tier 1 કંપની આ કેબલે પાથરવામાં આને તેના મેન્ટેનેસ માં જે ખર્ચ થાય છે તેજ ઈન્ટરનેટ નો ખર્ચ છે બાકી ઈન્ટરનેટ એ મફત માં આવે છે.
Tier 1 કંપની એ સબમરીન Internet કેબલ ને દુનિયા ના બધા દેશો માં તેના મુખ્ય સેંટર હોઈ છે ત્યાં સુધી એ સબમરીન કેબલ ના ઉપયોગ દ્વારા દુનિયા ના તમામ દેશો સાથે કનેક્શન બનાવે છે તેથી તે સબમરીન Internet કેબલ દ્વારા દુનિયા ની માહિતી ને તમામ લોકો સાથે ફાઇબર ઓપ્ટિક ના માધ્યમ દ્વારા પ્રસાર કરવામાં આવે છે.
ભારત માં મુખ્ય AP સેંટર Reliance Jio Infocomm દ્વારા ચલાવવામાં આવે છે અને ભારત નું મુખ્ય AP Center મુંબઈ માં આવે લઉં છે અને મુંબઈ થી ભારત ના તમામ રાજ્યો સુધી ટેલિકોમ કંપનીઓ જુદા જુદા માધ્યમ મુજબ ઈન્ટરનેટ ને રોલ આઉટ કરે છે. જે ટાવર દ્વારા કે કેબલે દ્વારા ભારત ની જુદી જુદી જગ્યા એ પ્રસાર કરવાં આ આવે છે અને તેનો ચાર્જ ટેલિકોમ કંપનીઓ આપણા પાસે થી વસુલે છે અને તે વસૂયાએલા ચાર્જ માંથી અમુક ચાર્જ તે Tier 1 કંપનીને ચૂકવે છે. આમ દેશો માં ઈન્ટરનેટ ને જે રોલ આઉટ કરે છે તેને Tier 2 કંપની કહેવામાં આવે છે.
ભારત માં સબમરીન કેબલ (Internet) સાથે આ 5 સ્થળો જોડાયેલા છે:
1.Mumbai (main)
2.Chennai
3.Tuticorne
4.Trivendrum
5.Cochin
આ ઈન્ટરનેટ નો ટ્રાફિક આ સબમરીન કેબલે થી નીકળે છે અને જેતે જગ્યા ના સર્વર પાસે તેની રિકવેસ્ટ જાય છે ત્યાર બાદ આપદને આ સબમરીન કેબલ ની મારફતે જે-તે વસ્તુ ની માહિતી મળે છે અને જે-તે વેબસાઈટ કે જે-તે માહિતી ને આપડે આ માધ્યમ દ્વારા ઍક્સેસ કરી શકીયે છીએ.
Jio ટેલિકોમ કંપનીએ એશિયા,આફ્રીકા અને યુરોપ જેવા દેશો સાથે પોતાના સબમરીન કેબલ જોડેલા છે જેથી આ 3 દેશો સાથે ના સર્વર માં રિકવેસ્ટ મોકલવાની હોઈ ત્યારે jio ના આ સબમરીન કેબલ ના માધ્યમ દ્વારા આ રિકવેસ્ટ મોકલવામાં આવે છે. અને Jio દ્વારા આ internet કન્નેકશન ની સ્પીડ 40 Terabyte જેટલી છે.
આ આખી દુનિયા સાથે કન્નેક્ટ થયેલા સબમરીન કેબલ ની મહત્તમ આયુષ્ય 25 વર્ષ ની હોઈ છે અને તેમાં બીજી કોઈ સમસ્યા આવે તો તેના માટે બેકઅપ કેબલે ની પણ વ્યવસ્થા કરવામાં આવે લઈ હોઈ છે.
આમ Tier 1 કંપની દુનિયા ના તમામ દેશો સાથે કેબલ ને કન્નેક્ટ કરે છે અને Tier 2 કંપની એ દેશ ના રાજ્યો સાથે પોતાનું કન્નેકશન બનાવે છે અને Tier 3 કંપની એ લોકલ નેટવર્ક પ્રોવાઇડર જેમકે Jio ,Airtel ,Vi જેવી ટેલિકોમ કંપની દેશ ના નાગરિકો ને આ ઈન્ટરનેટ ને પ્રોવાઈડ કરે છે. અને તે લોકો પાસેથી ચાર્જ વસુલે છે અને Tier 3 કંપનીને જેતે ચાર્જ આપે છે અને Tier 3 એ Tier 2 ને ચાર્જ આપે છે આમ Tier 2 એ કેબલ મેન્ટેનેન્સ Tier 1 કંપનીને આપે છે.
ભારત નું મુખ્ય પ્રોક્સી સેંટર bengaluru માં આવેલું છે જે ભારત ની તમામ ઈન્ટરનેટ રિકવેસ્ટ ને જુદા જુદા AP center જેમકે Mumbai , Chennai જેવા સબમરીન કેબલ સાથે જોડાયેલા સેંટર પરઁપાર મોકલે છે અને સબમરીન કેબલ ના માધ્યમ થી તે જે-તે જગ્યા ના સર્વર સાથે કન્નેક્ટ થઇ અને માહિતી ની લે-વેચ કરે છે.
ભારત માં NIXI (National Internet Exchange of India) દ્વારા નીચેની પ્રવુતિઓ કરવાંમાં આવે છે.
- ઈન્ટરનેટ એક્સચેન્જ
- IN રજિસ્ટ્રી અને ઇન્ટરનેશનલાઇઝ્ડ ડોમેન નેમ્સ (IDNs)
- નેશનલ ઈન્ટરનેટ રજિસ્ટ્રી (NIR) ઈન્ટરનેટ એક્સચેન્જ
- સાત ઈન્ટરનેટ એક્સચેન્જ નોડ્સ દિલ્હી (નોઈડા), મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ અને અમદાવાદ ખાતે કાર્યરત છે.
ઇન્ટરનેટ પર મોકલવામાં આવેલ ડેટાને સંદેશ કહેવામાં આવે છે, પરંતુ સંદેશાઓ મોકલવામાં આવે તે પહેલાં, તે પેકેટ તરીકે ઓળખાતા નાના ભાગોમાં વિભાજિત થાય છે. આ સંદેશાઓ અને પેકેટો ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) અને ટ્રાન્સપોર્ટ કંટ્રોલ પ્રોટોકોલ (TCP) નો ઉપયોગ કરીને એક સ્ત્રોતથી બીજા સ્ત્રોત સુધી પ્રવાસ કરે છે.
પેકેટોને તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવા માટે વપરાતી માહિતી ઈન્ટરનેટ સાથે જોડાયેલ દરેક રાઉટર દ્વારા રાખવામાં આવેલ રૂટીંગ કોષ્ટકોમાં સમાયેલ છે. રાઉટર્સ પેકેટ સ્વિચ છે. રાઉટર સામાન્ય રીતે નેટવર્ક્સ અને તેમની વચ્ચેના પેકેટો વચ્ચે જોડાયેલ હોય છે. દરેક રાઉટર તેના સબ-નેટવર્ક અને તેઓ કયા IP સરનામાંનો ઉપયોગ કરે છે તે વિશે જાણે છે.
આમ ઈન્ટરનેટ એ મફત ની વસ્તુ છે પણ સબમરીન કેબલ અને બીજી સુવિધાઓ ના કારણે ઈન્ટરનેટ ના ભાવ વસુલવામાં આવે છે.