IPL 2022 મેગા ઓક્શન આવતા વર્ષે બેંગલુરુમાં તા.12, 13 અને 14 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યાં ઘણા સ્ટાર ખેલાડીઓના ભવિષ્યનો નિર્ણય થઈ શકે છે. આ ટુર્નામેન્ટની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. બે વખતથી IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે(KKR) આગામી સિઝન માટે સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ અને વરુણ ચક્રવર્તીને જાળવી રાખ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે(KKR) પોતાના જૂના કેપ્ટન દિનેશ કાર્તિકને ટીમમાંથી બહાર કરી દીધો, ત્યારપછી આ વિકેટકીપર-બેટ્સમેન હવે ઓક્શન પૂલમાં જોવા મળશે.
જો આ વખતે ના IPL માં દિનેશ કાર્તિક નું ઓક્શન સફળતા પૂર્વક નહીં થાય તો તેનું ઇન્ટરનેશનલ મેચ નું કરિયર ખતરામાં જવાના સંજોગો ધરાવે છે…
IPL 2021માં દિનેશ કાર્તિકે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું. આ દરમિયાન તેણે 17 મેચમાં 22.30ની એવરેજ અને 131.17ની સ્ટ્રાઈક રેટથી 223 રન બનાવ્યા જેમાં તેની પાસે એક પણ સદી કે અડધી સદી નથી. દિનેશ કાર્તિકે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જો તેને IPL 2022ની મેગા ઓક્શનમાં વેચવામાં નહીં આવે તો તેની ક્રિકેટ કારકિર્દી કાયમ માટે ખતમ થઈ શકે છે.
ગયા વર્ષ ના IPL માં રવિવારથી શરૂ થયેલા મેચના પહેલાં દિવસે રાહુલે અણનમ 122 રન બનાવી લીધા છે. તેની ઈનિંગની મદદથી પહેલાં દિવસની રમતના અંત સુધીમાં ભારતે ત્રણ વિકેટે 272 રન બનાવીને મજબૂત શરૂઆત કરી છે. રાહુલની ટેસ્ટ કારકીર્દિની આ સાતમી સદી છે. રસપ્રદ વાત એ છે કે તેણે અત્યાર સુધી છ દેશોમાં ટેસ્ટ મેચ રમ્યા છે અને તમામ જગ્યાએ તેણે સદી બનાવી છે. આફ્રિકા પહેલાં તે ભારત, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, વિન્ડિઝમાં સદી બનાવી ચૂક્યો છે.
રાહુલે સૌથી વધુ બે સદી ઈંગ્લેન્ડમાં બનાવી છે. રાહુલ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સદી બનાવનારો દસમો ભારતીય બેટર છે. તેના પહેલાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, પ્રવીણ આમરે, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ દ્રવિડ, વસીમ જાફર, કપિલ દેવ, ચેતેશ્વર પુજારા અને વીરેન્દ્ર સેહવાગ આ કારનામું કરી ચૂક્યા છે. તેંડુલકર પાંચ અને કોહલી બે વખત આફ્રિકામાં ટેસ્ટ સદી બનાવી ચૂક્યા છે. રાહુલ ઓપનર તરીકે સદી બનાવનારો બીજો ભારતીય બેટર છે. તેના પહેલાં વસીમ જાફરે 2007માં કેપટાઉન ટેસ્ટમાં 116 રનની ઈનિંગ રમી હતી. તેના ઉપરાંત રાહુલ ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને આફ્રિકામાં ટેસ્ટમાં સદી બનાવનારો પહેલો ભારતીય પણ બન્યો છે. મયંક અગ્રવાલ સાથે મળીને રાહુલે પહેલી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. આફ્રિકી ધરતી ઉપર કોઈ ભારતીય ઓપનર્સની ટેસ્ટ મેચમાં આ બીજી સદીની ભાગીદારી રહી છે.
IPL 2022 રીટેન્શનમાં કેટલાક મોટા નામોને ફ્રેન્ચાઇઝીસ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને કાં તો અન્ય 2 ટીમો દ્વારા જાળવી રાખવામાં આવશે અથવા તેઓ IPL 2022ની હરાજીમાં ભાગ લઈ શકે છે. કેએલ રાહુલ, ડેવિડ વોર્નર, રાશિદ ખાન, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન અને અન્ય ઘણા લોકો જેવા કેટલાક મોટા નામોને ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખવામાં આવ્યા ન હતા અને હવે, આ ખેલાડીઓ IPL 2022ની હરાજીમાં હથોડા હેઠળ જઈ શકે છે.
જો આ વખતે ના IPL માં દિનેશ કાર્તિક નું ઓક્શન સફળતા પૂર્વક નહીં થાય તો તેનું ઇન્ટરનેશનલ મેચ નું કરિયર ખતરામાં જવાના સંજોગો ધરાવે છે…