જ્યારે પણ વાત વ્યાપાર (Business) ની હોય, તો લોકો એ વિચારીને ગભરાય છે કે વ્યાપાર કરીશું તો કેવી રીતે અને એકલા કેવી રીતે સંભાળીશું ? તો તમારે એટલું વિચારવું જરૂરી નથી કારણ કે કેટલાક એવા નાના બિઝનેસ છે જેની શરૂઆત તો નાની હોય છે, પરંતુ કેટલાક વર્ષ બાદ તેમાં નફો મોટો મળે છે.
જેમના અનેક ઉદાહરણો નીચે મુજબ છે…
કૉફી શોપ(Business):
કૉફી એક હેલ્ધી ડ્રિંગ છે, તેની ખાસ્સી માગ પણ છે. કૉફી શોપ શરૂ કરવી એક સારો વિચાર છે. ઘણા લોકો કામ પર વહેલા આવે છે અને રાત્રે મોડે સુધી રોકાય છે. આવા કૉફી લવર્સ માટે કૉફી શોફ સારો વિકલ્પ બની શકે છે.
રેસ્ટોરન્ટ:
કેટલાક લોકો ઘર પર ભોજન નથી બનાવતા. એવા લોકો એ હજારો લોકો માટે બિઝનેસ ઉભો કરે છે, જે ખાણીપીણી કે રેસ્ટોરન્ટ સંચાલન સાથે જોડાયેલા છે. પરંતુ ઘણી જગ્યાએ આરોગ્યવર્ધક ભોજન નથી મળતું. એવામાં આ બિઝનેસ શરૂ કરવો એક સારો વિકલ્પ છે.
બ્યૂટી પાર્લર:
મહિલા બુટિક આપણે જાણીએ છીએ કે મહિલાઓને શોપિંગ કરવું ગમે છે. તે હંમેશા કંઈકનું કંઈક ખરીદવું પસંદ કરે છે. મહિલાઓ બુટિક્સની પણ ચાહક હોય છે. તેનો મતલબ એવો પણ નથી કે દરેક બુટિક સારુ ચાલે પરંતુ તમે રિસર્ચ કરીને આ બિઝનેસમાં રોકાણ કરી શકો છો.
ઓનલાઈન સ્ટોર(Business):
આજે ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે, એટલે આ બિઝનેસમાં રોકાણ કરવું પણ યોગ્ય છે. ઓનલાઈન સ્ટોર ખોલીને તમે ટાર્ગેટ કસ્ટમર સુધી પહોંચી શકો છો. તેનાથી તમે લોકલ લોકોની સાથે સાથે વેબ પર પણ એક સારો કસ્ટમર વર્ગ તૈયાર કરી શકો છો.
કન્ટેન્ટ રાઈટિંગ:
સર્વિસિઝ તમે કન્ટેન્ટ ક્રિએશન બિઝનેસ શરૂ કરીને ઈન્ટરનેટ પર બાયર્સને પોતાનું કન્ટેન્ટ આપી શકો છો. કન્ટેન્ટ ક્રિએશન એવો બિઝનેસ છે, જેમાં ઓછા લોકો રોકાણ કરે છે, એટલે તમારા માટે આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
કાર સર્વિસ:
ફૂલ સર્વિસ કાર વૉશ ફુલ સર્વિસ કાર વોશ એક સારો બિઝનેસ છે, તેની માગ પણ ઘણી છે. કેટલાક લોકો એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાની કાર ધોવાનો સમય નથી હોતો. જો તમે આ બિઝનેસમાં આવો છો તો જરૂર કમાણી થશે.
અન્ય કાર્યો જે તમે સરળતાથી ઘર બેઠા કરી અને પૈસા કમાઈ શકો છો…
ઘર સફાઇ.
ફ્રીલાન્સ લેખન.
વ્યક્તિગત તાલીમ.
વર્ચ્યુઅલ સહાય.
ડોગ-વોકિંગ.
માર્કેટિંગ.
ડિઝાઇનિંગ.